દિલ્હીને 12 રને હરાવી મુંબઈનો બીજો વિજય

દિલ્હીને 12 રને હરાવી મુંબઈનો બીજો વિજય

દિલ્હીને 12 રને હરાવી મુંબઈનો બીજો વિજય

Blog Article


રવિવારે રાત્રે દિલ્હીને તેના ઘરઆંગણે 12 રને હરાવી મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની છઠ્ઠી મેચમાં પોતાનો બીજો વિજય હાંસલ કર્યો હતો. દિલ્હી માટે આ સીઝનનો આ પહેલો પરાજય હતો.


પહેલા બેટિંગ કરતાં મુંબઈએ પાંચ વિકેટે 205 રનનો પડકારજનક કહી શકાય તેવો સ્કોર કર્યો હતો, જેમાં તિલક વર્માના 33 બોલમાં 59, રીકલટનના 25 બોલમાં 41 અને સુકાની સૂર્યકુમાર યાદવના 28 બોલમાં 40 મુખ્ય હતા, તો દિલ્હી તરફથી કુલદીપ યાદવે ચાર ઓવરમાં ફક્ત 23 રન આપી બે તથા વિપ્રાજ નિગમે 41 રન આપી બે-બે વિકેટ લીધી હતી. મિચેલ સ્ટાર્ક અને મોહિત શર્મા ત્રણ ત્રણ ઓવરમાં અનુક્રમે 43 અને 40 રન આપી મોંઘા સાબિત થયા હતા.


દિલ્હી તરફથી કરૂણ નાયરે 40 બોલમાં ધમાકેદાર 89 રન ફટકાર્યા હતા અને ટીમને વિજયની સ્થિતિમાં લાવી દીધી હતી, પણ પછી અંતિમ તબક્કામાં 19મી ઓવરમાં છેલ્લા ત્રણ બેટર રનાઉટ થતાં દિલ્હીના હાથમાંથી જીતની બાજી સરકી ગઈ હતી. મુંબઈ તરફથી કર્ણ શર્માએ 36 રનમાં ત્રણ, મિચેલ સાન્ટનરે બે તથા બુમરાહ અને દીપક ચાહરે એક-એક વિકેટ લીધી હતી. કર્ણ શર્માને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

 



Report this page